તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારોની વસ્તી ગણતરી 3.18 કરોડનાં ખર્ચે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ ફોર્મમાં ઘરની વિગત માટે 148 પ્રશ્ન, બીજા ફોર્મમાં ગામડાની વિગત માટે 45 પ્રશ્ન , ત્રીજા ફોર્મની ફિશરીઝને લગતા 26 પ્રશ્નો પુછાશે

દરિયાઈમાછીમાર ક્ષેત્રના વિકાસ માટે ભારત સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વિકાસના આયોજન માટે દર વર્ષે દરિયાઈ માછીમારોની વસ્તી ગણતરીની માહિતી એકત્રીત કરવામાં આવે છે. કામગીરી કેન્દ્રીય દરિયાઈ મત્સ્યકીય અનુસંધાન સંસ્થાન, કોચી અને પશુપાલ, ડેરી અને ફિશરીઝ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર સહિત દેશભરમાં માછીમારીની વસ્તી ગણતરીનો પ્રારંભ 1 લી ફેબ્રુઆરીથી કરાયો હતો જે 1 માસ સુધી ચાલશે.

કેન્દ્રીય દરિયાઈ મત્સ્યકીય અનુસંધાન સંસ્થાન જે ભારતીય કૃષિ અનસંધાન પરિષદનું એક સંશોધન અંગ છે. એક મહિના માટે દેશના દરિયાઈ માછીમારોની વસ્તી ગણતરી 2016 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કામગીરી શરૂ કરાઇ છે. માછીમારીની વસ્તી ગણતરીનો સમય 30 દિવસનો છે જેનો ખર્ચ કુલ રૂા. 3.18 કરોડ જેવો છે. પોરબંદરમાં પણ સંસ્થા દ્વારા માછીમારોની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. સંસ્થાના અધિકારીઓ ઉપરાંત ખારવા જ્ઞાતિના 15 થી 20 જેટલા યુવક-યુવતીઓ ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરી રહ્યા છે.

દેશભરમાં લગભગ 3,000 જેટલા ગણતરીદારોને તાલીમ આપવામાં આવી છે. કુલ 73 જિલ્લામાં આવેલા 4,250 દરિયાઈ માછીમારોના ગામડાઓના 11 લાખ માછીમારોની મુલાકાત લેશે. ગણતરી દરમિયાન સામાજીક અને શૈક્ષણિક દરિયાઈ માછીમાર કુટુંબોની માછીમારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી વિગતો એકઠી કરવાનું પત્ર તૈયાર કરાયું છે જેમાં કુલ 3 ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ ફોર્મમાં માછીમારોના ઘરની તમામ વિગતો જેમાં 148 જેટલા પ્રશ્નો છે. બીજું ફોર્મ વિલેજનું છે જેમાં 45 જેટલા પ્રશ્નો છે જ્યારે ત્રીજું ફોર્મ ફીશરીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિગતો માટેનું છે જેમાં 26 જેટલા પ્રશ્નો છે. તમામ વિગતો એકત્રીત કર્યા બાદ આગામી દિવસોમાં માછીમારોના વિકાસ માટેની યોજનાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાશે. શહેરમાં મોટી સંખ્યામાં ખારવા સમુદાય રહે છે જે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલો છે ત્યારે સર્વેની કામગીરીને ખારવા સમાજના સમુદાય દ્વારા પણ પૂરતો સહયોગ અપાઇ રહ્યો છે.

સર્વે કરવા આવતા લોકોને સહકાર આપવા વાણોટની અપીલ

માછીમારોની વસ્તી ગણતરીથી માંડીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની સંપૂર્ણ વિગતો આવરી લેવામાં આવી છે. તદઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંપૂર્ણ વિગતો જેમાં પ્રોસેસીંગ પ્લાન્ટની માહિતી, પોરબંદરમાં કેટલા કાચા અને કેટલા પાકા મકાનો છે પીવાના પાણીની સુવિધા છે કે નહીં ઘરદીઠ કેટલા લોકો ગ્રેજ્યુએટ છે પોરબંદરમાં નાની-મોટી કેટલી બોટો આવેલી છે કેવા પ્રકારની નેટનો ઉપયોગ કરાઇ છે તે સહિતની વિગતો એકત્રીત કરાઇ છે. }કે.કે.સામાણી

કેન્દ્ર સરકાર દ્વારા દર 5 વર્ષે દરિયાઈ માછીમારોની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે સંદર્ભે હાલ કામગીરી ચાલી રહી છે. પોરબંદરમાં કામગીરીનો પ્રારંભ થયો છે ત્યારે ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલે માછીમારીની સાથે જોડાયેલા ખારવાસમાજ તેમજ અન્ય સમાજના લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો છે. વસ્તી ગણતરી કરનાર ગણતરીદારોને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે તેથી સર્વે માટે આવે ત્યારે તેને સંપૂર્ણ વિગત આપવા જણાવ્યું છે.

અધિકારીઓ ઉપરાંત ખારવા જ્ઞાતિનાં 15 થી 20 યુવક યુવતીઓને કામગીરી સોંપાઇ

અન્ય સમાચારો પણ છે...