તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિપાઈ જમાતના પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંગુજરાત સિપાઈ યંગ ગૃપ દ્વારા સિપાઈ જમાતના પ્રમુખના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, ફારૂકખાન શેરવાની ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા છે. પોરબંદરમાં યોજાયેલી સિપાઈ જમાતની ચૂંટણીમાં ફારૂકખાન શેરવાની બહુમતીથી વિજેતા બન્યા હતા, ત્યારે ગુજરાત સિપાઈ યંગ ગૃપ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. અવસર પર વિ.જે. મદ્રેસાના સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા અને એડવોકેટ અકબરભાઈ શેલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ઉપસ્થિત લોકોને શિક્ષણના કાયદા અને અધિકાર વિશે સમજ આપી હતી. તો સાથે સમાજમાં સુધારા અને શિક્ષણનો વ્યાપ વધારી અને જાગૃત બનવા જણાવાયું હતું. અવસર પર હાજી ઈમ્તીયાઝ સુન્ની વોરા, સુન્ની અંજુમને ઈસ્લામ સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ અનવર જુમા મલેક, જોરાવરભાઈ, આરીફ અ. રશીદ નૌવ્હી, ડો.અબ્દુલ, સાજીદ ઢીલા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...