તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં અમૃત ઘાયલ શતાબ્દીની ઉજવણી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંતા. 28/2/2016 ને રવિવારના રોજ સાંજે 7 થી 9 કલાક દરમિયાન આર્યસમાજ ખાતે “અમૃત ઘાયલ શતાબ્દી”ની ઉજવણી કરવામાં આવશે. કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ અને આર્યસમાજના ઉપક્રમે ગઝલ સમ્રાટ અમૃત ઘાયલની શતાબ્દીને ઉજવવામાં આવશે. અવસર પર અધ્યક્ષ સ્થાને ડો. મનોજ જોષી ઉપસ્થિત રહેશે. ઉપરાંત નરોત્તમ પલાણ, ડો. જયેન્દ્ર કારીઆ, ડો. સુરેશ ગાંધી, એચ.કે. મોતીવરસ, ડો. સુરેખા શાહ, ડો. તેજસ ઠાકર, ડો. વિપુલ શુક્લ તથા કવિ જયંત મોઢા ઉપસ્થિત રહેશે. અવસર પર ઘાયલ જીવનજમુના, ઘાયલ ગઝલગંગા તથા ઘાયલની ગઝલનું સૌંદર્ય પ્રસ્તુત કરવામાં આવશે.

ગુજરાતી સાહિત્યને આગવું પ્રદાન આપનાર અમૃત ઘાયલનો જન્મ ઈ.સ. 1916 માં રાજકોટ જિલ્લાના સરધાર ગામે થયો હતો તેમના દેહનો વિલય થયો છે પરંતુ તેમની કૃતિઓ હજુ પણ જીવંત છે. ત્યારે તેમના શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં પણ તેમની યાદમાં “અમૃત ઘાયલ શતાબ્દી”ની ઉજવણી કરવામાં આવશે. તેમણે ગુજરાતી સાહિત્યને આપેલો વારસો ખરેખર અવિસ્મરણીય છે ત્યારે પોરબંદરવાસીઓ પણ તેમની અદભુત રચનાઓને યાદ કરીને હજુ પણ તેઓ જનજીવનની અંદર જીવીત છે તેવી અભિભૂતી સાથે ઉજવણી કરશે. અવસર પર પોરબંદરવાસીઓને ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવ્યું છે. અમૃત ઘાયલ શતાબ્દીની ઉજવણીને લઇને પોરબંદરમાં કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ અને આર્ય સમાજનાં આગેવાનાો અને કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...