તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીચોડાનો મીઠો મધુર શેરડીનો રસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીચોડાનો મીઠો મધુર શેરડીનો રસ

શિયાળો હવે લગભગ વિદાય લઈ રહ્યો છે અને હવે ઉનાળાનું આગમન થઈ ગયું છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો લીંબુ સરબત અને શેરડીના રસનો સહારો લેતા હોય છે. પોરબંદરમાં તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાંથી કેટલાક લોકો લાકડાનો ચીચોડો લઈને શેરડીનો મીઠો મધુર રસ લોકોને પીવડાવી રહ્યા છે. આજે આધુનિક મશીનોથી શેરડીને પીલવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાંથી આવેલા શ્રમજીવીઓ મહેનતપૂર્વક ચીચોડામાંથી શેરડીનો રસ કાઢી રહ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર ગુજરાતીમાં ચીચોડો કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં રસવંતી તરીકે ઓળખાય છે. તસ્વીર }કે.કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...