તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢવાણા ગામનાં યુવાનનું સ્વાઈન ફ્લુથી મોત નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ આરોગ્ય વિભાગ દ્વારા રીપોર્ટ નેગેટીવ જાહેર કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

હેલ્થ રીપોર્ટર. પોરબંદર

કુતિયાણાનાગઢવાણા ગામે 16 વર્ષના યુવાનનું શંકાસ્પદ સ્વાઈન ફ્લુના કારણે મૃત્યુ થયાની માહિતી બહાર આવી હતી, જેને લઈને લોકોમાં પણ સ્વાઈન ફ્લુને લઈને ભય જોવા મળી રહ્યો હતો. પરંતુ મેડીકલ કોલેજ-રાજકોટ દ્વારા મૃત્યુ પામેલા યુવાનનો સ્વાઈન ફ્લુ રીપોર્ટ નેગેટીવ જાહેર કરાતા લોકોમાં સ્વાઈન ફ્લુને લઈને ખોટો ગભરાટ અને ભય ફેલાય તેવા હેતુથી આરોગ્ય તંત્ર દ્વારા લોકજાગૃતિ હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય તંત્રના કર્મચારીઓ, મેડીકલ ઓફિસરો તથા સુપરવાઈઝર, કર્મચારીઓની ટીમ દ્વારા લોકોમાં સ્વચ્છતા અને સ્વાઈન ફ્લુને લઈને જાગૃતિ અંગેની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત જે યુવાનનું શંકાસ્પદ સ્વાઈન ફ્લુને લીધે મોત થયું છે તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે તેથી બાબતે ખોટો ગભરાટ નહીં રાખવા પણ જણાવવામાં આવ્યું હતું. અને જો કોઈપણ શંકાસ્પદ દર્દી હોય તો તેમને તાત્કાલીક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું હતું. લોકોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુથી જિલ્લા પંચાયત-પોરબંદરના પ્રમુખ રમેશભાઈ પટેલના સહયોગથી આરોગ્ય ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...