તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલ્વે બજેટ પોરબંદર માટે નિરાશાજનક રહ્યું : NCP

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલ્વેમંત્રી સુરેશપ્રભુએ જે રેલ્વે બજેટ જાહેર કર્યું છે તે નિરાશાજનક છે તેવું પોરબંદરના એનસીપીના આગેવાને જણાવ્યું હતું. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રેલભાડા કે નુર ભાડામાં કોઈ વધારો બતાવ્યો નહીં. તે પહેલા બે માસ અગાઉ અગાઉથી નુરભાડામાં કોઈ વધારો બતાવ્યો નહીં. તે પહેલા બે માસ અગાઉ અગાઉથી નુરભાડામાં વધારો બતાવી દીધો અને રેલ્વે મુસાફરોને કોઈ રાહત આપી નહીં. ભાડા વધારાથી આમ સામાન્ય જનતાને કોઈ ફાયદો નથી જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુણગાન ગાય છે.

ગાંધીની જન્મભુમીની વરસો જુની માંગણી રેલ્વે પાસે ઉભેલી છે. તેમાં પણ વિકાસના કાર્યોની માંગણી છે ત્યારે અગાઉ ગાંધીના નામે અનુસરી કીર્તિ એક્સપ્રેસ પોરબંદર-મહેસાણા, અમદાવાદ-પોરબંદર-ગાંધીધામ સુપર ફાસ્ટ એક્સપ્રેસ દોડાતી હતી. જે વરસો જુની ટ્રેઈનને કાર્યરત થતી અને તેને અનુસરીને પોરબંદરથી દોડતી કોઈપણ ટ્રેનના નામ આપવાની માંગણી કરવામા઼ આવી, ભલામણો કરાઇ હતી. તે માંગણી પણ સંતોષાઈ નથી. અગાઉ હાપા ટર્નવેટ જમ્મુતાવી તેમજ અન્ય ટ્રેનોને પોરબંદર સુધી ફ્રિકવન્સી આપવાની રજૂઆત પણ થયેલી સૈધ્ધાંતિક સ્વીકાર પણ થયો છે. પોરબંદરને જુના અને નવા બંદરની હાર્બર ટ્રેઈન આપવાનું મંજુર થયેલ છે અને તેનું ગેજ પરીવર્તન કરી અને પુન: કાર્યરત કરવાની માંગણી થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...