તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારવાડા -આદિત્યાણા ગામેથી 3 મગર પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મગરો મળી આવવાની ઘટના અવારનવાર બને છે. હાલ ચોમાસાના સમયમાં પણ મગર મળી આવવાની ઘટના બની રહી છે. પોરબંદર નજીકના ભારવાડા ગામે એક વાડીમાં મગર ઘૂસી આવ્યો હતો તે ઉપરાંત હાથી સીમેન્ટના પાવર પ્લાન્ટમાં અને આદિત્યાણા રોડ ઉપરથી મગર મળી આવ્યો હતો. કુલ 3 સ્થળોએ વનવિભાગ અને પ્રકૃત્તિ-ધ યુથ સોસાયટીએ રેસક્યુ ઓપરેશન હાથ ધરીને મગરને ઝડપી લીધા હતા.

પોરબંદર નજીકના ભારવાડા ગામે એક ખેડૂતની વાડીમાં રાત્રીના સમયે 5 ફૂટ લાંબો મગર ચડી આવતા ખેડૂત પરિવાર ભયભીત બની ગયો હતો. અંગેની જાણ થતાં પોરબંદર વનવિભાગ અને પ્રકૃત્તિ-ધ યુથ સોસાયટીની ટીમ દોડી ગઈ હતી અને રેસક્યુ ઓપરેશન હાથ ધરીને મગરને ઝડપી લીધો હતો. ઉપરાંત આદિત્યાણાથી હાથી સીમેન્ટ ફેક્ટરીવાળા રોડ ઉપર રસ્તા ઉપર દોટ મુકતો મગર નજરે પડતા સ્થાનિકો પણ ભયભીત થઈ ઉઠ્યા હતા. અંગેની જાણ થતાં વનવિભાગ અને પ્રકૃત્તિ-ધ યુથ સોસાયટીના સભ્યોએ મગરને ઝડપી લીધો હતો. હાથી સીમેન્ટના પાવર પ્લાન્ટમાં પણ બે ફૂટ લાંબો મગર ચડી આવતા અહીં પર રેસક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

ભારવાડા ગામે વાડીમાં મગર ઘૂસ્યો હતો તો આદિત્યાણામાં રસ્તા ઉપર દોટ મૂકતો મગર મળી આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો