તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 25 શખ્સો જુગાર રમતા ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં પોલીસે ચાર જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં છાયા બાલવીનગર વિસ્તારમાં જુગાર પર દરોડો પાડી જેન્તી રાજા સોનરાજ બારોટ, ચેતન મસરી બારડ, દેવા માલદે વાસણ, મોરારજી ખીમા વેગડા, સંગીતાબેન ભાવેશભાઈ માનતર અને દેવીબેન માલદેભાઈ વાસણને જુગાર રમતા પોલીસે ઝડપી લઈ રૂા. 12,240 નો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધ્યો છે. તે ઉપરાંત બોખીરા કોળીવાડના નાકા પાસે જુગાર રમતા ખીમા કારા મોડેદરા, નાગાજણ હરદાસ ઓડેદરા, રોહિત ભના કારાવદરા અને ઈનાયત મોહમદ નવીને પોલીસે ઝડપી રૂા. 2050 નો મુદ્દામાલ કબ્જે કરી 4 શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે તેમજ મહેશ ઉર્ફે પટેલ સુભાષ ભુતીયા, કેશુ રામા ઓડેદરા અને રાજુ કારા કડછાને પોલીસે ધનલક્ષ્મી સોસાયટી, ગરબીચોકમાં જુગાર રમતા ઝડપી 23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભીમો રેઈડ દરમિયાન નાસી છુટ્યો હતો. ઉપરાંત કુતિયાણા તાલુકાના છત્રાવા ગામે એલ.સી.બી. એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગાર પર દરોડો પાડી જુગાર રમતા રામા ઉર્ફે જીણીયો શામળા ખુંટી, હરદેવ પીંગળશી ગઢવી, ભીમા અરજણ ખુંટીને ઝડપી લઈ રૂા. 50,770 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો