તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી દિવસોમાં કરોડોના વિકાસકામોની પણ જાહેરાત કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી દિવસોમાં કરોડોના વિકાસકામોની પણ જાહેરાત કરીપોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, જેને કારણે મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે તેમાં વળી થોડા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પીડાદાયક બની રહ્યા છે. આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રસ્તાને લઈને મુશ્કેલી સર્જાય તે માટે નગરપાલિકાએ કમ્મર કસી હોય તેમ શહેરના મુખ્ય માર્ગોને સમથળ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત આગામી દિવસોમાં કરોડો રૂપીયાના ખર્ચે રસ્તા સહિતના અનેક વિકાસના કામોની જાહેરાત પણ પાલિકાએ કરી હતી.

દિન-પ્રતિદિન બિસ્માર રસ્તાઓની ફરીયાદ વધતી જતી હોય, પાલિકાના શાસકો રસ્તાઓ સમથળ કરે છે પરંતુ મેઘરાજાના આગમનને પગલે સમથળ કરવાની કામગીરી ઉપર પાણીઢોળ થતું હોય તો બીજી તરફ લોકોનો આક્રોશ પણ વધતો જતો હોય અને પાલિકાની મુશ્કેલીમાં વધારો થતો જતો હોય ત્યારે પ્રજાના આક્રોશને શાંત કરવા માટે નગરપાલિકાએ વધુ એક વખત આયોજન હાથ ધર્યું છે. ખાસ કરીને જન્માષ્ટમીનો મેળો નજીક આવી રહ્યો હોય ત્યારે શહેરીજનો ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે ઉમટી પડે છે. તેવા સમયે બિસ્માર રસ્તાઓને લઈને અકસ્માતનો ભય વધી જતો હોય, રસ્તાને લઈને કોઈ જાનહાનિ થાય નહીં તે માટે જન્માષ્ટમીના તહેવાર પૂર્વે શહેરનો મુખ્ય એમ.જી. રોડ, એસ.વી.પી. રોડ, રામટેકરીવાળો રસ્તો, જ્યુબેલીના પુલથી પોસ્ટઓફિસ સુધીનો રસ્તો, વિરભનુની ખાંભીથી બસ સ્ટેશન સુધીનો રસ્તો, તમામ રસ્તાઓને યુદ્ધના ધોરણે સમથળ કરવામાં આવશે. ઉપરાંત નગરપાલિકા દ્વારા ગટરોની સમસ્યાને લઈને પણ જે મુશ્કેલી સર્જાય છે તેના નિવારણ માટે પણ સેનીટેશન વિભાગે અલગ-અલગ ટીમો બનાવીને ગટરોની સફાઈનું પણ આયોજન કર્યું છે ઉપરાંત પોરબંદર શહેરમાં આગામી દિવસોમાં રસ્તાના નવિનીકરણ સહિત કરોડો રૂપીયાના વિકાસકામોની પણ જાહેરાત કરી હતી. પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તમામ વિગતો આપવામાં આવી હતી જેમાં પાલિકાના ઉપપ્રમુખ સરજુભાઈ કારીયા, એક્ઝીક્યુટીવ કમીટીના ચેરમેન ડો. ચેતનાબેન તિવારી, સેનીટેશન કમીટીના ચેરમેન અરવિંદભાઈ પાંજરી, શહેર ભાજપના પ્રમુખ ખીમજીભાઈ મોતીવરસ, જિલ્લા ભાજપના મંત્રી અશોકભાઈ મોઢા, કપિલભાઈ કોટેચા અને વિજયભાઈ થાનકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો