• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઇ કાર્યકર્તાઓ સંગઠીત બને

આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઇ કાર્યકર્તાઓ સંગઠીત બને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંગઠનનો વ્યાપ વધારવા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ કર્યું આહવાન

પોલીટીકલરીપોર્ટર| પોરબંદર

પ્રદેશભાજપની યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનનો વ્યાપ વધારવા વિવિધ સ્તરની મીટીંગોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પોરબંદરમાં આજે લોર્ડસ હોટેલ ખાતે ભાજપના કાર્યકર્તાઓની એક માર્ગદર્શન બેઠક ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનનો વ્યાપ વધારવા વિવિધ સ્તરોએ મીટીંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ ભાજપની યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબુત બને માટે આજે લોર્ડસ હોટેલ ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા વિકાસના કામો લોકો સુધી લઈ જવા ઉપરાંત આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓએ વધુ સંગઠીત બનીને કામ કરવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી ભરતભાઈ ગાજીપરા, પ્રદેશમંત્રી પ્રદિપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપના મંત્રી અશોકભાઈ મોઢા, કપિલભાઈ કોટેચા, મનિષભાઈ જેઠવા તેમજ નગરપાલિકા, તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...