તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાઇપ વડે હુમલો કરતાં 4 મહિલા સહિત 5ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાં કોલીખડા વિસ્તારમાં જુના મનદુ:ખને લઈને મહિલાઓ બાખડી

પોરબંદરનાકોલીખડા વિસ્તારમાં જુના મનદુ:ખને લઈને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી જેમાં 4 મહિલા સહિત 5 ને ઈજા પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

પોરબંદરના કોલીખડામાં રહેતા શાંતાબેન રાણા સાદીયાએ જણાવ્યું હતું કે, જુના મનદુ:ખને લઈને મંગુ, શીતલ અને મંજુ ઘરે દારૂ પી ને ઘસી આવી ભૂંડી ગાળો બોલી વાલીબેન અને શાંતાબેનને લાકડી અને પાઈપ વડે માર મારતા મહેન્દ્ર રામા સાદીયા વચ્ચે આવતા મંગુએ લોખંડના પાઈપ વડે હૂમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડીને ત્રણેયને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

સામેપક્ષે શિતલ જેન્તી ચાવડાએ એવી ફરીયાદ નોંધાવી છે કે, તેઓ શાંતાબેનના ઘરની બાજુમાંથી નીકળતા ‘તું કેમ ઘરની બાજુમાં નીકળી ω’ તેમ કહી શીતલ જેન્તી ચાવડા અને મંજુબેન રમેશ જોડને મહેન્દ્ર રામા, શાંતાબેન અને વાલીબેને લાકડી વડે માર મારતા સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...