તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • છાંયામાં 21 લાખનાં ખર્ચે તૈયાર થયેલ પ્રા. શાળાનું લોકાર્પણ કરાયું

છાંયામાં 21 લાખનાં ખર્ચે તૈયાર થયેલ પ્રા. શાળાનું લોકાર્પણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે કલાસરૂમ, કમ્પાઉન્ડ, ટોયલેટ સહિતની સુવિધા અપાઇ

પોરબંદરનાછાયા વિસ્તારમાં 21 લાખના ખર્ચે તૈયાર થયેલ મારૂતિનગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજ્યકક્ષાના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા કરાયું હતું. શાળા બે ક્લાસરૂમ, કમ્પાઉન્ડ, ટોઈલેટ, કિચન સેટ સહિતની સુવિધાથી સજ્જ કરાઈ છે.

પોરબંદરના છાયા વિસ્તારમાં મારૂતિનગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂા. 21 લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા કરાયું હતું. ધોરણ 1 થી 5 ના બાળકો માટે તૈયાર થયેલ શાળાને બે ક્લાસરૂમ, કમ્પાઉન્ડ, કુમાર અને કન્યા માટે અલગ-અલગ ટોઈલેટ, મધ્યાહન ભોજન કિચન સેટ સહિતની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. તકે જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમ ઓડેદરા, છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા, યુવા ભાજપના પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ વિરમ કારાવદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...