તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંકલેક્ટર કચેરી ખાતે પ્રગતિ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના સંવિધાન આમુખનું પઠન કરાવવામાં આવ્યું હતું. રાજ્યના કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં પોરબંદર તાલુકાના લોકોએ સામુહિક રજૂઆતો કરી હતી. રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે ત્યારે રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં પોરબંદર તાલુકાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાના લોકોએ સામુહિક રજૂઆતો કરી હતી જેમાં બોખીરીયાએ સરકારની વિવિધ યોજના સંદર્ભે લોકોની વ્યક્તિગત રજૂઆતો તથા સામુહિક સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ થાય માટે રાજ્ય સરકારે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમરૂપી અભિયાન સમગ્ર ગુજરાતમાં આરંભ્યુ હોવાનું જણાવ્યું હતું. તકે કલેક્ટર દિનેશ પટેલ, સી.પી. નેમા, તરૂણ દુગ્ગલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લોકોએ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સામુહિક રજુઆતો કરી. તસ્વીર: કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...