વીજ ફોલ્ટ અંગે કોંગ્રેસ દ્વારા PGVCLને રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાગ્રામ્યપંથકમાં માત્ર 2 ઈંચ વરસાદ પડતા વિજળી ગૂલ થઈ હોવાથી ગ્રામ્યપંથકના લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે.

જિલ્લાના ગ્રામ્યપંથકમાં પ્રથમ વરસાદ થતા 60 ટકા ફીડરોમાં વિજળી ગૂલ થઈ ગઈ હતી. ઉપરાંત બગવદર અને કોસ્ટલ ફીડરમાં ખેતીવાડી ફીડરોમાં વારંવાર વિજફોલ્ટ થાય છે. ચોમાસાની શરૂઆત થતા માત્ર 2 ઈંચ જેટલો વરસાદ પડતા વિજળી ગૂલ થઈ ગઈ હોવાના કારણે ગ્રામ્ય પંથકના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ વિજવિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી જેથી બગવદર અને કોસ્ટલ બન્ને સબડીવીઝનોમાં ફોલ્ટ રીપેર કરવા માટે વધારાની 3 ટુકડીઓ તથા વાહનો મૂકવાની ખાત્રી આપી હતી તેમજ વિજફોલ્ટને તાત્કાલીક રીપેરીંગ કરી આપવા જણાવવામાં આવ્યું હતું. તકે રામદેવ મોઢવાડીયા, લાખણશી ગોરાણીયા વગેરે હાજર રહ્યા હતા.

ગ્રામ્યપંથકમાં વરસાદ પડતા વીજળી ગૂલ, હાલાકી

અન્ય સમાચારો પણ છે...