• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખની લાયન્સ ક્લબનાં પ્રમુખ તરીકે નિમણુંક

પોરબંદર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખની લાયન્સ ક્લબનાં પ્રમુખ તરીકે નિમણુંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરલાયન્સ ક્લબની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે લાયન્સ ક્લબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં નગરપાલીકાના પૂર્વ પ્રમુખની નિમણુંક કરાઈ હતી.

લાયન્સ ક્લબની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ સેવાકીય ક્ષેત્રે કાર્ય કરતી શ્રેષ્ઠ એન.જી.ઓ. તરીકે જાણીતી સંસ્થા છે. ત્યારે પોરબંદર ક્લબમાં એન્ટેન્ચલ પ્રેસીડેન્ટ તરીકે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને યુવા અગ્રણી પંકજભાઈ મજીઠીયાની પ્રમુખપદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

અને તા. 1 લી જુલાઈથી શરૂ થઈ રહેલ વર્ષ માટે સેવાકીય પ્રવૃત્તિઓની વણઝાર તેમની ટીમ દ્વારા કરવામાં આવશે. ઉપરાંત ટ્રેઝરર તરીકે નિલેશ માર્બલવાળા રાહુલ કોટેચાને પસંદ કર્યા છે. હોદ્દેદારોને ક્લબની જોઈન્ટ બોર્ડ મીટીંગ હાર્મની હોટેલ ખાતે યોજાયેલ જેમાં ચાર્જ સુપ્રત કરવામાં આવેલ છે અને તેનું વિધીવત ઈન્સ્ટોલેશન સાન્દીપનિ ઓડીટોરીયમ ખાતે તા. 28 જુલાઈના રોજ રાખવામાં આવ્યું છે.

ટુંક સમયમાં સંસ્થાનાં સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થશે, 28 જુલાઇનાં વિધિવત ચાર્જ સંભાળશે

અન્ય સમાચારો પણ છે...