• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાજકોટમાં વડાપ્રધાનના આગમનને લઇ પોરબંદરની 18 રૂટની બસો બંધ

રાજકોટમાં વડાપ્રધાનના આગમનને લઇ પોરબંદરની 18 રૂટની બસો બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં આવી રહ્યા હોય અને તેમની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી એસ.ટી. ડેપો દ્વારા પોતાની બસો ફાળવવામાં આવી છે. જેમાં પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા 18 બસો ફાળવી છે જેમાં પોરબંદરના 18 રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે. આથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી વેઠવી પડશે.એસ.ટી. ડેપો ખાતે વિદ્યાર્થીઓ અને મુસાફરોની અવરજવર રહેતી હોય, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એસ.ટી. બસનો સહારો લઈ મુસાફરી કરતા હોય છે. પરંતુ આજે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેની ધામધૂમથી તૈયારીઓ પણ ચાલી રહી છે તેમજ રાજ્યના અલગ-અલગ ડેપોમાંથી એસ.ટી. ડેપો ફાળવવામાં આવી છે પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમમાં એસ.ટી. બસો ફાળવાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેમાં પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા 18 બસો ફાળવી છે જેમાં 18 રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે. પોરબંદરના 18 રૂટો બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી વેઠવી પડશે.

ક્યા-ક્યા રૂટની બસો બંધ કરાઇ ?

જૂનાગઢ,ગુંદા, ધૂનડા, સત્તાધાર, ઘેડ ખીરસરા, કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ, જામજોધપુર, જામનગર, રાવલ, હર્ષદ, જૂનાગઢ, ભડ-જૂનાગઢ અને જામનગર સહિતના રૂટોની બસો બંધ રહેશે.

પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા 18 રૂટ બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી

અન્ય સમાચારો પણ છે...