પોરબંદરના દેરોદર ગામે ભાલા સાથે શખ્સ ઝડપાયો
પોરબંદરનજીક આવેલા દેરોદર ગામે એક શખ્સની અટક કરી પોલીસે તેની તલાશી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર ભાલું મળી આવ્યું હતું, આથી પોલીસે ભાલું કબ્જે કરી શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર તાલુકાના દેરોદર ગામે રહેતો મોહન નરબત ભુતિયા નામનો શખ્સ દેરોદર ગામે ભાલા સાથે ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે તેમની અટક કરી તલાશી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર આધાર-પરવાના વગર તેમની પાસેથી ભાલું કિં. રૂા. 15 મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો અને તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી ભાલું ક્યાંથી લાવ્યો હતો, શું કામ લાવ્યો હતો અને શું કરવાનો હતો તે સહિતની પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે ભાલું ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી