પોરબંદર જિલ્લામાં ફર્નિચર એસોસીએશન દ્વારા સજ્જડ બંધનું એલાન કરાયું છે
પોરબંદર જિલ્લામાં ફર્નિચર એસોસીએશન દ્વારા સજ્જડ બંધનું એલાન કરાયું છે ત્યારે ફર્નિચર એસોસીએશનના ઉપપ્રમુખ રાજુભાઈ સામાણીએ એવું જણાવ્યું હતું કે, સરકારે ફર્નિચર પર લગાવેલ 28 ટકા જી.એસ.ટી. ના કારણે 500 રૂપીયાની કિંમતની એક ખુરશીની કિંમત 640 થશે જેથી ગ્રાહકો પર જી.એસ.ટી. ના કાળા કાયદાથી 140 રૂપીયાનું ભારણ વધશે.