પોરબંદરમાં મેડીકલ કેમ્પનો 300 દર્દીઓએ લાભ લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાવ્હોરાવાડ વિસ્તારમાં આવેલા લાલબત્તીવાળા મામાદેવના મંદિર ખાતે મિત્રમંડળ દ્વારા આજે દંતચિકીત્સા કેમ્પ, ડાયાબીટીસ અને બ્લડપ્રેશર તપાસણી કેમ્પ અને રક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજકોટ અને પોરબંદરના તબીબોએ પોતાની સેવા આપી હતી.

પોરબંદરના વહોરાવાડ વિસ્તારમાં પૌરાણિક લાલબત્તીવાળા મામાદેવનું મંદિર આવેલું છે અને મંદિરના મિત્રમંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમની સાથેસાથે આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આજે ગુરુપૂર્ણિમાના પૂર્વદિવસે દંતચિકીત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાલંધર પદ્ધતિથી 170 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી તેમજ 123 જેટલા ડાયાબીટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. તકે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 60 બોટલ રક્ત એકત્રીત થયું હતું તે ગરીબ દર્દીઓને અર્પણ કરવામાં આવ્યું હતું.

મેડીકલ કેમ્પમાં રાજકોટના ડો. જયસુખ મકવાણા તેમજ પોરબંદર ભાવસિંહજી સરકારી હોસ્પિટલના તબીબોએ પોતાની સેવા આપી હતી. મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે મામાદેવ મિત્ર મંડળના હિરેનભાઈ જુંગી, જીજ્ઞેશભાઈ વાંદરીયા, ધર્મેશભાઈ બાદરશાહી અને લાલાભાઈ કારીયા સહિતના મિત્રમંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમજ રાત્રિના સમયે ભજન અને ધૂનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...