- Gujarati News
- કાંટેલા ગામે સરકારી શાળા નજીક સ્પીડબ્રેકર મૂકવા માંગ
કાંટેલા ગામે સરકારી શાળા નજીક સ્પીડબ્રેકર મૂકવા માંગ
પોરબંદરનજીક આવેલા કાંટેલા ગામમાંથી પોરબંદર-દ્વારકા હાઈવે પસાર થાય છે, જેથી વાહનોની સંખ્યા પણ રોડ પર વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને રોડ પર વાહનો ઘણી સ્પીડમાં ચાલે છે અને કાંટેલા ગામમાં રોડ પર બે સ્કૂલો આવેલી છે અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે અને વિદ્યાર્થીઓને પૂરપાટ ઝડપે દોડતા વાહનો સામે રોડક્રોસ કરવો પડે છે. જેથી સ્પીડ બ્રેકર મુકવા માંગી કરવામાં આવી છે.કાંટેલા ગામમાં પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા પોરબંદર-દ્વારકા હાઈવે રોડ પર આવેલી છે અને અહીંયા વાહનો પૂરપાટ ઝડપે દોડતા હોય, જેથી બન્ને સ્કૂલની બાજુમાં હાઈવે રોડ પર સ્પીડબ્રેકર મુકવા કાંટેલાના ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર-દ્વારકા કોસ્ટલ હાઈવે ઉપર ભારે વાહનો સતત દોડતા હોય અને વિદ્યાર્થીઓ રોડ ઉપર અવરજવર કરતા હોય ત્યારે અહીં સ્પીડબ્રેકર મુકવામાં આવે તે જરૂરી છે.
પુરપાટ ઝડપે જતાં વાહનો વચ્ચે રોડ ક્રોસ કરવો પડે છે. }રામમોઢવાડીયા