• Gujarati News
  • પોરબંદરમાં પોતાના ઘરમાં હાથફેરો કરી યુવતી નાસી છૂટી

પોરબંદરમાં પોતાના ઘરમાં હાથફેરો કરી યુવતી નાસી છૂટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે અને તસ્કરો પોલીસના કોઈ ડર વગર ચોરી કરી નાસી છુટતા હોય છે, પરંતુ પોરબંદરમાં એક અજીબ ચોરી ગણી શકાય તેવી ઘરફોડ ચોરી ગણી શકાય તેવી ઘરફોડ ચોરી સામે આવી છે. જેમાં પોતાના ઘરમાંથી યુવતી સોનાના દાગીના અને રોકડ રકમ કુલ રૂા. 1 લાખ 65 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટતા તેમના પિતાએ તેમની દિકરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોરબંદરમાં શીતલાચોક, વીરડીપ્લોટ, મ્યુનીસીપાલીટી વર્કશોપની પાછળ રહેતા રહીમ કરીમ સુમરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે કબાટમાં રાખેલ રોકડા 75 હજાર, સોનાના દાગીના બંગડી-2, સોનાનો ચેઈન-2, સોનાનો હાથનો કડો-1, સોનાની વીંટી નંગ-5, સોનાના બુટીયા-4 આશરે 9 તોલા સોનું કુલ રૂા. 1,65,000 નો મુદ્દામાલની ચોરી કરી તેમની દિકરી રૂકૈયા નાસી ગઈ છે. યુવતી સાથે એક યુવકની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તો યુવતીના પિતાની ફરિયાદના આધારે કીર્તિમંદિર પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.