• Gujarati News
  • પોરબંદર શહેરમાં જિલ્લાકક્ષાનો સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ યોજાયો

પોરબંદર શહેરમાં જિલ્લાકક્ષાનો સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંશ્રી સહજાનંદસ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર-છાયા તેમજ સ્વામીનારાયણ ગુરૂકુલ છાયાના સંસ્થાપક શાસ્ત્રીસ્વામી હરીપ્રકાશદાસજી અને સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જિલ્લાકક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વૈજ્ઞાનિકનું જીવન અને કાર્યભૂમિ અને સંરક્ષણ, સ્વચ્છતા, રોજબરોજનું વિજ્ઞાન, નવસર્જનનાશ તથા જીવન અને પ્રકાશ વગેરે જેવા સાયન્સના વિવિધ વિષયો પર પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક નાટકની રજૂઆત કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના ફેસ્ટીવલ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે, જેમાં શ્રી સ્વામીનારાયણ ઈંગ્લીશ સેકન્ડરી સ્કૂલ-છાયા પ્રથમ નંબરે આવી છે. કાર્યક્રમમાં લોકવિજ્ઞાન કેન્દ્રના સાયન્સ-કો-ઓર્ડીનેટર ધવલ વારગીયા, વિવેક ભટ્ટ અને દિલીપ ચાવડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.