• Gujarati News
  • પોરબંદરમાં ગુરુપૂર્ણિમા નિમીતે બ્લડ ડોનેશન કેમ્પ

પોરબંદરમાં ગુરુપૂર્ણિમા નિમીતે બ્લડ ડોનેશન કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઆશા બ્લડ બેન્ક દ્વારા છેલ્લા પંદર વર્ષથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના નવયુવાન અને પોરબંદર જિલ્લા ભાજપમંત્રી જીતભાઈ રૂપારેલ દ્વારા આજે તા. 31/7 ને શુક્રવારના રોજ તેમજ તેમના જન્મદિન નિમીતે આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સવારે 10 થી 1 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એકત્રીત થયેલ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આપવામાં આવશે. તેમજ ત્રણ બાળકોને તેઓ દ્વારા એક વર્ષ માટે બ્લડ પુરૂં પાડવામાં આવશે. સેવાકીય પ્રવૃત્તિને આશા બ્લડ બેન્ક તથા ટ્રસ્ટ, કેતનભાઈ અને આશીષભાઈ થાનકીએ બિરદાવી છે.