• Gujarati News
  • માધવપુર નજીક કારે રીક્ષાને ઠોકર મારતા પાંચને ઈજા

માધવપુર નજીક કારે રીક્ષાને ઠોકર મારતા પાંચને ઈજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુરનજીકના નગીચાણા ગામેથી મજુરીકામ કરીને પ્યાગો રીક્ષા નં. જીજે 11 9192 માં બેસીને 5 જેટલી મહિલાઓ માધવપુર પરત ફરી રહી હતી. દરમિયાન મુળ માધવપુર નજીક એક અજાણી કારે પિયાગો રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં રીક્ષામાં બેઠેલા વિજયાબેન રવજીભાઈ માવદીયા, મુક્તાબેન દિનેશભાઈ માવદીયા, દિનેશભાઈ ગોવિંદભાઈ માવદિયા અને હેતલબેન સહિતની 4 થી 5 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી અને તેઓને સારવારઅર્થે માધવપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવમાં અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.