તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપી વર્લ્ડ ફાર્મસી ડે ની ઉજવણી

પોરબંદરમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપી વર્લ્ડ ફાર્મસી ડે ની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ટી બાયોટીક દવાનાં ઉપયોગ વિશે દર્દીઓને જાગૃત કરાયા

પોરબંદરશહેરમાં 25 સપ્ટેમ્બર નિમીતે વર્લ્ડ ફાર્મસી ડે ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્ટી બાયોટીક દવાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તેને લઈને દર્દીઓમાં જાગૃતી લઈ આવવાના પ્રયત્નો કરવા વિશે ભાર મૂકાયો હતો. પોરબંદર શહેરમાં વર્લ્ડ ફાર્મસી ડે ની ઉજવણી કરવામાં આવી હતી. 25 સપ્ટેમ્બર નિમીતે વર્લ્ડ ફાર્મસી ડે અંતર્ગત સિવિલ હોસ્પિટલના ફાર્મસી, રેલ્વે ફાર્મસી, ટીબી હોસ્પિટલના ફાર્મસી તથા આર.એમ.ઓ. સહિતની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નિમીતે કાશ્મીરમાં ઉરી ઘાટ પર શહિદ થયેલ 17 જવાનોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવી હતી. આધુનિક સમયમાં એન્ટી બાયોટીક દવાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ફાર્માસીસ્ટ દ્વારા દર્દીઓમાં જાગૃતિ લઈ આવવા માટે પ્રયત્ન કરવામાં આવે તેવી પણ વાતો વાગોળવામાં આવી હતી. દર્દીઓની યોગ્ય કાળજી લઈ જરૂરીયાત મુજબ એન્ટીબાયોટીક સહિત અન્ય દવાઓ આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દવાઓનો બેફામ ઉપયોગના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ માઠી અસર પહોંચે છે ત્યારે ફાર્માસીસ્ટ દ્વારા દર્દીઓની જાગૃતિ માટેના કાર્યક્રમો અનિવાર્ય ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...