તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજીનાં ભાવમાં 20 કિલોએ રૂ. 250નો ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં અમદાવાદ, રાજકોટ સહિતનાં શહેરોમાંથી શાકભાજીની આવક

પોરબંદરશહેરમાં છેલ્લા બે થી ત્રણ માસમાં શાકભાજીના ભાવમાં 20 કિલોએ 250 થી 350 નો ઘટાડો થયો છે ત્યારે હાલ રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાંથી શાકભાજીની આવક જોવા મળી રહી છે. ત્યારે પોરબંદરમાં ખેડૂતો શાકભાજીના ભાવ ઓછા મળવાને કારણે શાકભાજીનું વાવેતર પણ નહીંવત કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે.

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની કૃપા થઈ છે હાલ પોરબંદરમાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોને શાકભાજીના ભાવ ઓછા મળવાને કારણે નહીંવત વાવેતર જોવા મળી રહ્યું છે. માર્કેટીંગ યાર્ડમાં રાજકોટ અને અમદાવાદથી શાકભાજી ઠલવાય છે. આમ જોતા પોરબંદર જિલ્લામાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોએ પૂરતા ભાવ મળવાને કારણે શાકભાજીનું વાવેતર કરવાનું ઓછું કરી દીધું હોય તેવી પણ ચર્ચા જાગી છે. માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની આવકના પગલે ભાવમાં પણ મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 થી 3 માસમાં શાકભાજીના ભાવ 20 કિલોએ 250 થી 350 નો ઘટાડો આવ્યો છે જેના પગલે ખેડૂતોને પણ મોટી મુશ્કેલી વેઠવી પડે છે.

શાકભાજી પહેલાના ભાવ હાલના ભાવ

રીંગણા 700 થી 900 200 થી 300

મરચા 1000 થી 1200 200 થી 300

ગુવાર 500 થી 700 300 થી 400

ભીંડી 500 થી 600 250 થી 350

કોબી 500 થી 700 250 થી 350

દૂધી 500 થી 600 200 થી 300

ગલકા 500 થી 600 200 થી 400

તુરીયા 500 થી 600 200 થી 400

ટમેટા 700 થી 1100 200 થી 300

3 માસમાં શાકભાજીના ભાવમાં થયેલો ઘટાડો

અન્ય સમાચારો પણ છે...