ચૌટા ગામની હાઈસ્કુલમાં ધો.11ની મંજુરી આપવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી ચૌટા ગામે આવેલ બંસીધર હાઈસ્કૂલમાં ધોરણ 11 ની મંજુરી આપવા માંગ કરી હતી.

કુતિયાણા તાલુકાના ચૌટા ગામ ખાતે આવેલ બંસીધર હાઈસ્કૂલમાં શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે અહીં આસપાસના પંથકના 7 થી 8 જેટલા ગામોના બાળકો અભ્યાસ માટે આવી રહ્યા છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય સ્થળે જવું પડે છે.

બંસીધર હાઈસ્કૂલ ખાતે હાયર સેકન્ડરીની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ વિદ્યાર્થીઓને પડતી શૈક્ષણિક ક્ષેત્રની અગવડતાઓ ધ્યાને લઈ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી

અન્ય સમાચારો પણ છે...