• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે માછીમારોની સુરક્ષા માટે કોસ્ટગાર્ડના જહાજો, એરક્રાફટ તૈનાત કરાશે

સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે માછીમારોની સુરક્ષા માટે કોસ્ટગાર્ડના જહાજો, એરક્રાફટ તૈનાત કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખી વાવાઝોડાને પગલે પોરબંદર દરિયાકિનારે ભારતીય તટરક્ષક દળ સતર્ક

અાગામી ડિસેમ્બર સુધીમાં ગુજરાતનાં દરિયાકાંઠે ઓખી વાવાઝોડુ આવવાની શકયતા સેવાઈ

કેરળમાંવિનાસ વેરનાર ઓખી નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આવી રહયુ છે. જેની અસર પોરબંદર સહિતના સૈારાષ્ટ્રના દરીયાકાંઠાળા વિસ્તારોમાં પણ થવાની હોય આથી ભારે પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે ભારતીય તટરક્ષાક દળે પોરબંદરના હેડકવાર્ટર ખાતે પત્રકાર પરીષદ યોજી હતી અને વાવાઝોડાને પગલે માછીમારોની સુરક્ષાા કઈ રીતે કરવામાં આવી રહી છે તેની વિગતો પત્રકારોને આપવામાં આવી હતી. ચક્રવાતી તોફાન ઓખીએ તામીલનાડુમાં ભારે તારજી ફેલાવી છે. કન્યાકુમારી જીલ્લામાં હજારથી વધારે માછીમારો લાપતા બન્યા છે. હવે વાવાઝોડુ સૈારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાળા વિસ્તારોમાં પણ ત્રાટકે તેવી શકયતા છે. જેને પગલે પોરબંદરનું જિલ્લા ડિજાસ્ટર મેનેજમેન્ટ સર્તક બન્યુ છે અને સતત લોકોને સાવચેત રહેવા માટે જણાવી રહયા છે. આગામી તા.૩ થી ડિસેમ્બર દરમ્યાન વાવાઝોડુ આવવાની શકયતા સેવાઈ રહી છે. અને સંભવિત પરીસ્થિતિને પહોચી વળવા માટે ડિજાસ્ટર મેનેજમેન્ટ ધ્વારા પ્લાન મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોરબંદરના માધવપુરથી લઈને મીયાણી સુધીના દરીયાકાંઠાના જે ગામો આવેલા છે ત્યાં લોકોને તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે અને કોઈ ઘટના બને તો કંટ્રોલ રુમને જાણ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે તો બીજી તરફ પોરબંદર સહિત સૈારાષ્ટ્રની મોટા ભાગની બોટો માછીમારી કરવા માટે દરીયામાં ગઈ છે ત્યારે માછીમારોને કોસ્ટગાર્ડે નજીકના દરીયાકાંઠે પહોચી જવા સૂચનાઓ આપી છે.

માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં લઈને કોસ્ટગાર્ડ હેડકવાર્ટર ખાતે કોસ્ટગાર્ડના અધિકારી એ.કે.મહાપાત્રાએ જણાવ્યુ હતુ કે, માછીમારોના જીવ જોખમમાં મુકાય અને મોટુ આર્થિક નુકશાન વેઠવુ પડે તે માટે કોસ્ટગાર્ડ સર્તક બન્યુ છે. એટલુ નહી દરીયામાં કોઈ પણ ઘટના બને તો માછીમારોને બચાવવા માટે કોસ્ટગાર્ડ ધ્વારા એરક્રાફટ અને શીપ તૈનાત કરવામાં આવ્યા છે. અને માટે આયોજન પણ હાથ ધરવામાં આવ્યુ છે. કોસ્ટગાર્ડની શીપ હાલ દરીયામાં પેટ્રોલીંગ કરી રહી છે અને તે શીપ ધ્વારા માછીમારોને નજીકના દરીયા કિનારે પહોચી જવા પણ સૂચનાઓ આપવાનું શરૂ કરાયુ છે.

કેરળમાં તબાહી મચાવનાર ઓખી વાવાઝોડુ સૈારાષ્ટ્ર અને દક્ષિાણ ગુજરાત તરફ આગળ વધી રહયુ છે ત્યારે ભારે પવન ફુકાવાની સાથે સાથે હળવાથી ભારે વરસાદની પણ આગાહી કરવામા આવી છે. જેને પગલે પોરબંદરના બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યુ છે ઉપરાંત માછીમારોને દરીયો નહી ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...