તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં સફાઈ કામદારોને વહેલી તકે પ્લોટની ફાળવણી કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં સફાઈ કામદારોને વહેલી તકે પ્લોટની ફાળવણી કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકામાં ફરજ બજાવતા 70 જેટલા એવોર્ડ સફાઈ કર્મચારીઓ તેમજ 126 એવોર્ડ સફાઈ કર્મચારીઓને આજદિન સુધી જમીનના પ્લોટ ફાળવવામાં નહીં આવતા બાબતે જિલ્લા સફાઈ કામદાર મહામંડળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

નગરપાલિકામાં ફરજ બજાવતા એવોર્ડ સફાઈ કર્મચારીઓને નિયમોનુસાર પ્લોટની ફાળવણી નહીં કરવામાં આવતા રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે ઘણા લાંબા સમયથી 59 જેટલા સફાઈ કર્મચારીઓ જેઓ પ્રોબેશન પીરીયડમાં કાયમી સફાઈ કર્મચારીઓ છે જેઓ કાયમી કર્મચારીઓ હોવા છતાં કાયમી લાભો મળતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે ગ્રેજ્યુઈટીની રકમ લેબર કોર્ટમાં કેસ કરવામાં આવે તો મળતી હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી છે. આવી અનેક બાબતો અને સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને જિલ્લા સફાઈ કામદાર મહામંડળના તરૂણભાઈ વાળા, દિલીપભાઈ વાઘેલા, દિપકભાઈ રામભાઈ વાઘેલા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.

હંગામી સફાઈ કામદારોના ક્યા-ક્યા પડતર પ્રશ્નો

}વેતનમાં વધારો નથી કરાતો

} હંગામી કર્મચારીઓને ત્રણ વર્ષ ફરજ પર થઈ જવા છતાં વાર્ષિક પ્રોવિડન્ટ ફંડના કાગળો નથી મળ્યા

} સફાઈ કામગીરી માટે ઉભા સાવરણન અને પંખા-ઝાડુ નથી મળતા

રવિવારેઆખા દિવસની રજા જાહેર કરો

પોરબંદરન.પા. માં ફરજ બજાવતા સફાઈ કામદારોને રવિવારના દિવસે આખા દિવસની રજા મળવી જોઈએ. દિવસે સફાઈ કર્મચારીઓ બહારગામ કોઈ કામગીરી માટે જઈ શકતા નથી અને રવિવાર તેમજ બુધવારે ફરી ફરજ પર પહોંચવાને કારણે નાછૂટકે રજારીપોર્ટ આપવો પડે છે. જેથી રવિવારના દિવસે કર્મચારીઓ આખા દિવસની રજા આપવા માંગકરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો