તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • વનવિભાગ દ્વારા માલધારીઓને અપૂરતું ઘાસ વિતરણ કરવામાં આવતા ભારે રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વનવિભાગ દ્વારા માલધારીઓને અપૂરતું ઘાસ વિતરણ કરવામાં આવતા ભારે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં ગત વર્ષે પડેલા નહીંવત વરસાદને લઈને વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને પગલે સરકારે પોરબંદર જિલ્લાના 181 જેટલા ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા અને વિસ્તારોમાં ઘાસચારો અને પાણી પૂરું પાડવા જણાવ્યું હતું. પોરબંદરમાં વન વિભાગ દ્વારા ઘાસનું વિતરણ કરવામાં આવે છે પરંતુ ઘાસ અપૂરતું આપવામાં આવતું હોવાનું માલધારીઓએ જણાવતાં કોંગ્રેસના આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓને નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા વનવિભાગના ઘાસગોડાઉનમાંથી ઘાસનું વિતરણ કરાય છે. 7થી 8 જેટલા ગામોના માલધારીઓને અહીંથી ઘાસનું વિતરણ કરવામાં આવતું હોય જેને કારણે ભારે ભીડ જોવા મળે છે જેથી માલધારીઓને સવારથી સાંજ સુધી ઘાસ લેવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. ઉપરાંત પૂરતું ઘાસ પણ આપવામાં આવતું નથી જેને કારણે માલધારીઓને વધુ પૈસા ખર્ચીને અન્ય સ્થળોએથી ઘાસ ખરીદવું પડે છે. અંગેની જાણ થતાં આજે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, રામભાઈ ઓડેદરા સહિતના આગેવાનો સાથે ઘાસગોડાઉન ખાતે દોડી ગયા હતા અને માલધારીઓની મુશ્કેલી સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને માલધારીઓને વધુમાં વધુ ઘાસ મળે તેવી માંગણી કરી હતી.

કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી પૂરતું ઘાસ આપવા માંગ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો