તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ઉનાની ઘટનાને લઈને રાણાવાવમાં દલિત યુવા સંગઠને રેલી કાઢી સુત્રોચ્ચારો કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાની ઘટનાને લઈને રાણાવાવમાં દલિત યુવા સંગઠને રેલી કાઢી સુત્રોચ્ચારો કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિતો શાંતિપૂર્ણ રીતે પોતાની વ્યથા ઠાલવે : રાષ્ટ્રીય દલિત મહાસંઘની અપીલ

ઉનાનાસમઢીયાળા ગામે દલિતો ઉપર થયેલા અત્યાચારને લઈને સૌરાષ્ટ્રમાં તંગદીલીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દલિત સમાજ દ્વારા ઠેરઠેર આવેદનપત્રો આપવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાણાવાવમાં પણ દલિત યુવા સંગઠન દ્વારા આજે એક રેલી કાઢવામાં આવી હતી અને એસ.ટી. બસ સ્ટેશન નજીક થોડીવાર વાહનોના પૈડા થંભાવી દીધા હતા અને જવાબદારો સામે કડક પગલા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી.

ઉનાની ઘટના બાદ દલિતસમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં દલિત સમાજ દ્વારા આવેદનપત્રો આપવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાણાવાવમાં પણ આજે બપોર બાદ દલિત યુવા સંગઠન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દલિતો ઉપર દમન કરનાર શખ્સો વિરૂદ્ધ સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને એસ.ટી. બસ સ્ટેશન નજીક દલિત યુવા સંગઠનના યુવાનોએ સુત્રોચ્ચારો કરીને થોડીવાર રસ્તો બંધ કરી દીધો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ એસ.ટી. બસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો જો કે દલિત યુવા સંગઠનના યુવાનોએ સુત્રોચ્ચારો કરીને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને દલિત યુવાનો ઉપર અત્યાચાર ગુજારનારાઓ સામે આકરા પગલા લેવાની માંગ કરી હતી. તો બીજી તરફ શહેરમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે સઘન પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતું.

ઉનાની ઘટના બાદ સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ બસને આગ ચાંપી દેવા સહિતની ઘટનાઓ બની છે ત્યારે રાષ્ટ્રીય દલિત મહાસંઘ, પોરબંદરના આગેવાન ભરતભાઈ શીંગરખીયા અને જેન્તીભાઈ મકવાણાએ એક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે, ઉનામાં જે ઘટનાઓ બની છે તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતથી લઈને દિલ્હી સુધી પડ્યા છે. કહેવાતા કેટલાક ગૌરક્ષકો દ્વારા સરેઆમ ગુંડાગીર્દી કરીને દલિત સમાજના લોકોમાં જે ભયનો માહોલ સર્જ્યો છે તેને કારણે રાજ્યના તમામ દલિતોની લાગણીને ઠેંસ પહોંચી છે. બનાવને પોરબંદર દલિત સમાજ પણ સખત શબ્દોમાં વખોડે છે. હાલમાં ગુજરાતમાં જે અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાષ્ટ્રીય દલિત મહાસંઘે પણ દલિત સમાજના લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં નહીં લેવા અનુરોધ કર્યો હતો. ઉનાની ઘટનાને રાજધાની દિલ્હી સુધી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી મિલ્કતોને કોઈ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડવા પણ અપીલ કરવામાં આવી છે. અંતમાં સમઢીયાળાના ગુન્હેગારો સખતમાં સખત સજા થાય અને ભવિષ્યમાં પ્રકારના કૃત્યો થાય તે માટે ન્યાયીક તપાસ કરીને આકરામાં આકરી સજા કરવાની પણ માંગ કરી હતી.

ST બસ સ્ટેશન નજીક વાહનોના પૈડા થંભાવી દીધા : શાંતિપૂર્ણ રીતે રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો