તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ગુરુ ચરણની રજ ભગવાન શંકરના દેહ પર લગાડેલી ભસ્મ જેટલી પવિત્ર : ઓઝા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુ ચરણની રજ ભગવાન શંકરના દેહ પર લગાડેલી ભસ્મ જેટલી પવિત્ર : ઓઝા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજેગુરુપૂર્ણિમાની પોરબંદર જિલ્લામાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અનેક ઠેકાણે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના આંગણે આવેલા સાન્દીપનિ આશ્રમમાં ગુરુપૂર્ણિમાના દિવસે ઋષિકુમારોએ ગુરુગીતાના પાઠ રજૂ કરીને વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું ત્યારબાદ ભક્તવૃંદો દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં દર વર્ષની જેમ વર્ષે પણ રમેશભાઈ ઓઝા પ્રેરીત સાન્દીપનિ આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાન્દીપનિ ઓડીટોરીયમ હોલમાં સવારે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શીતળ સાન્નિધ્યમાં ઋષિકુમારોએ ગુરુગીતાના પાઠ રજુ કર્યા હતા. ત્યારબાદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ગુરુપૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે ભક્તવૃંદને ગુરુપૂર્ણિમાનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, ગુરુચરણની રજ શંકર ભગવાનના દેહ પર લાગેલી ભસ્મ જેટલી પવિત્ર છે. એવું પણ જણાવ્યું હતું કે, જો ગુરુના વાક્યોને આપણે સાંભળીએ, ગુરુની વાણી, ગુરુના આદેશો જો આપણે કાન દ્વારા સાંભળીએ તો આપણું મન ક્યારેય વિચલીત થશે નહીં. ઉપરાંત તેઓએ એવું પણ જણાવ્યું હતું કે સદગુરુ આપણા જીવનરૂપી નૈયાના કર્ણધાર છે. રમેશભાઈ ઓઝાના પ્રેરક પ્રવચન બાદ ગુરુપૂર્ણિમા મહોત્સવના મનોરથી ગીતાબેન આહુજા પરિવાર દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું ગુરુપૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઋષિકુમારો, શહેરના શ્રેષ્ઠીઓ અને અન્ય શ્રદ્ધાળુઓએ રમેશભાઈનું ગુરુપૂજન કર્યું હતું. ગુરુપૂર્ણિમા નિમીતે શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, વિશેષ દર્શન તથા શયન આરતીનો પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.

પોરબંદરના બંદર રોડ ઉપર આવેલા મામાદેવના મંદિરે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત સાંજના 8 વાગ્યે આરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. નરસંગ ટેકરી નજીક આવેલા સાંઈબાબાના મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણીને લઈને ભજન, ધૂન અને કીર્તન તેમજ મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ દ્વારા પણ મંદિરના પૂજારીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. રીતે પોરબંદર જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમીતે બ્રહ્માજી મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા|ગુરુપૂર્ણિમા નિમીતેમિયાણીની નજીક આવેલા બ્રહ્માજી મંદિર-ભારતમાં માત્ર બે મંદિર આવેલા છે એમાનું એક મિયાણી નજીક આવેલા બ્રહ્માજી મંદિરે સવારે ગુરુપૂજન તેમજ હોમ-હવન અને રાત્રીના સમયે સંતવાણી જેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ નિમીતે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 1008 ગુરુશ્રી હરદેવમુની બાપુની પુણ્યતિથી નિમીતે અહીં દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરાય છે. તસ્વીર-કે. કે.સામાણી

ઋષિકુમારોના મુખેથી ગુરુગીતાના પાઠ રજુ થતાં વાતાવરણમાં પવિત્રતા છવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો