તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણા-રાણાવાવમાંથી 15 જુગારી ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાકુતિયાણા અને રાણાવાવ પંથકના અનેક વિસ્તારોમાં વરલી-મટકા અને તિનપત્તીનો જુગાર ચાલી રહ્યો હોય જેથી પોલીસે જાહેરમાં ચાલતા જુગાર પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે અને રાણાવાવના આદિત્યાણા અને કુતિયાણાના કંટોલ ગામે જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 15 જુગારીઓ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને પોલીસે રૂા. 20,080 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, આદિત્યાણા-નવાપરા ગૌશાળા પાછળના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મુરૂ છગન ઓડેદરા, બાબુ રીમા ઓડેદરા, કાના લખમણ તરખાલા, મનસુખ સોમાભાઈ રાઠોડ રૂા. 14,000 ના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય એક જુગારમાં કંટોલ ગામેથી બાબુ પીઠા મકવાણા, ડાયા પીઠા રાઠોડ, અરવિંદ સામત સોંદરવા, દિનેશ વશરામ રાઠોડ, ગોવિંદ લખમણ વાળા, વીરૂ પુંજા રાઠોડ, હાજા માયા મારૂ, નવિન વાલજી મારૂ, પાલા વિરા વાળા, દેવશી ભીમા પરમાર, જયેશ શાંતિલાલ રાઠોડ જુગારીઓને પોલીસે રૂા. 6,080 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસની જુગાર પરની કામગીરીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ક્રાઈમ રીપોર્ટર. પોરબંદર

પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ પંથકના અનેક વિસ્તારોમાં વરલી-મટકા અને તિનપત્તીનો જુગાર ચાલી રહ્યો હોય જેથી પોલીસે જાહેરમાં ચાલતા જુગાર પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે અને રાણાવાવના આદિત્યાણા અને કુતિયાણાના કંટોલ ગામે જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 15 જુગારીઓ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને પોલીસે રૂા. 20,080 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

આદિત્યાણા-નવાપરા ગૌશાળા પાછળના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મુરૂ છગન ઓડેદરા, બાબુ રીમા ઓડેદરા, કાના લખમણ તરખાલા, મનસુખ સોમાભાઈ રાઠોડ રૂા. 14,000 ના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય એક જુગારમાં કંટોલ ગામેથી બાબુ પીઠા મકવાણા, ડાયા પીઠા રાઠોડ, અરવિંદ સામત સોંદરવા, દિનેશ વશરામ રાઠોડ, ગોવિંદ લખમણ વાળા, વીરૂ પુંજા રાઠોડ, હાજા માયા મારૂ, નવિન વાલજી મારૂ, પાલા વિરા વાળા, દેવશી ભીમા પરમાર, જયેશ શાંતિલાલ રાઠોડ જુગારીઓને પોલીસે રૂા. 6,080 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસની જુગાર પરની કામગીરીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તહેવારો નજીકમાં છે ત્યારે જાહેરમાં જુગાર રમતા શખ્સો પર ઘોંસ બોલાવવા પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસની કામગીરીથી જુગારી આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આદિત્યાણા અને કંટોલ ગામેથી પોલીસે જુગારીઓને ઝડપી રૂા. 20,080 નો મુદ્દામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો