તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • દલિતો આક્રોશને શાંતિપૂર્ણ રીતે વ્યક્ત કરે : મોઢવાડીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો આક્રોશને શાંતિપૂર્ણ રીતે વ્યક્ત કરે : મોઢવાડીયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાપાસેના મોઢા સમઢીયાળા ગામે ગૌરક્ષાના નામે કોમવાદી અને જાતિવાદી ગુંડાઓએ નિર્દોષ દલિત ભાઈઓ ઉપર કરવામાં આવેલ અમાનુષી અત્યાચાર બાબતે આક્રોશ વ્યક્ત કરીને ભાજપે પાળી પોષીને ઉછેરનારા આવા તત્વોને દાખલારૂપ સજા આપવા અને દલિત સમાજના યુવાનોને ઘટનાની પ્રતિક્રિયા આપતી વખતે ધૈર્ય રાખવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ અનુરોધ કર્યો હતો. અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધાર્મિક અને જાતિવાદી ઉન્માદ જગાવીને મતની રાજકીય ખેતી કરવા માટે ગૌરક્ષાના નામે ભારતીય જનતા પાર્ટીએ નાના-મોટા શહેરોમાં ગુંડાઓની ટોળકીઓ ઉભી કરી છે. ગુંડા ટોળકીના સભ્યોને ગૌરક્ષા અને ગૌસંવધર્નની સાથે સ્નાનસુતકનો પણ સંબંધ હોતો નથી તેમની સાત પેઢીમાં ભાગ્યે કોઈએ ગાય પાળી હશે. પરંતુ માત્ર ધાર્મિક અને જાતિવાદી ઉન્માદ જગાવવા માટે ગૌરક્ષાના નામે અન્ય ધર્મ કે જાતિના લોકોને ગૌરક્ષાના નામે અત્યાચાર કરીને મીડીયામાં જગ્યા મેળવે છે. આવા તત્વોને ભાજપ અને આર.એસ.એસ. ના કોમવાદી અને જાતિવાદી તત્વો રાજ્યાશ્રય આપે છે.

અર્જુનભાઈ મોઢવાડીયાએ ઉનાના દલિત સમાજના મૃત પશુના ચામડાના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈઓ ઉપર જાહેરમાં અમાનુષી અત્યાચાર કરનાર ગુંડા તત્વોને દાખલારૂપ સજા કરવાની સાથે પોલીસ અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવાની માંગણી કરી હતી. ઘટનાને લઈને દલિત સમાજમાં ભયંકર આક્રોશ છે. આક્રોશને શાંતિપૂર્ણ રીતે વ્યક્ત કરે તેવી પણ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો