તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થાય પહેલા શખ્સની ધોલાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થાય પહેલા શખ્સની ધોલાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાએ.સી.સી. ગ્રાઉન્ડમાં મોડી સાંજે મોટી સંખ્યામાં બાળકો ક્રિકેટ રમવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી એક શખ્સ તરૂણનો પીછો કરીને તેને પકડવાનો પ્રયાસ કરતો હતો. આજે તરૂણે સમગ્ર હકીકત પોતાની માતાને વર્ણવી હતી અને વોચ ગોઠવી દરમિયાન તરૂણને પકડવાનો પ્રયાસ કરનાર શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો અને 50 થી 60 જેટલા લોકોના ટોળાએ બરોબરની ધોલાઈ કરી હતી !

પોરબંદરના એ.સી.સી. ગ્રાઉન્ડમાં ખાડીકાંઠા વિસ્તારમાં રહેતો એક શખ્સ માનસિક વિકૃતી ધરાવતો હોય અને છેલ્લા કેટલાક દિવસોથી અહીં ક્રિકેટ રમવા આવતા તરૂણનો પીછો કરીને તેને પકડવાનો પ્રયાસ કરતો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાની પેરવી કરી રહ્યો હતો. તરૂણે સમગ્ર હકીકત તેમની માતાને વર્ણવ્યા બાદ આજે મોડી સાંજે અહીં ક્રિકેટ રમતા અન્ય યુવાનોની મદદથી વોચ ગોઠવી હતી. તરૂણ જ્યારે એકલો જઈ રહ્યો હતો ત્યારે શખ્સે તેમનો પીછો કરીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તરૂણની માતા અને યુવાનો દોડી ગયા હતા અને શખ્સને પકડીને સરાજાહેર 50 થી 60 જેટલા લોકોએ ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારબાદ પોલીસને જાણ કરતા કમલાબાગ પોલીસ દોડી ગઈ હતી અને શખ્સને ઝડપી લઈને પોલીસમથકે લાવી હતી. જો કે બનાવને લઈને મોડી સાંજ સુધી કોઈ ફરીયાદ નોંધાઈ નથી પરંતુ માનસિક વિકૃતી ધરાવતો શખ્સ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાની પેરવીમાં હતો પરંતુ લોકોના હાથે ઝડપાઈ જતાં બરોબરનો પાઠ ભણાવીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી હતી. ઘટનાથી શહેરીજનોએ ફીટકારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો