તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરનાં તમામ એસટી રૂટ બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલિતો ઉપર થયેલા દમનને લઈને ગુજરાતમાં તંગદીલીભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને તંત્રએ તકેદારીના તમામ પગલા શરૂ કરી દીધું છે. પોરબંદર એસ.ટી. ડેપોની બસને ધોરાજીના ભૂખી નજીક સોમવારની મોડી સાંજના રોજ આગ ચાંપી દેવામાં આવી હતી જેને પગલે પોરબંદરથી ઉપડતી તમામ એસ.ટી. બસોના પૈડાઓને થંભાવી દેવામાં આવ્યા હતા. જેને કારણે અનેક મુસાફરો તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસો પહેલા ઉનાના સમઢીયાળા ગામે દલિત યુવાનો પર થયેલા અત્યાચારને લઈને દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે કેટલાક લોકો દ્વારા ટાયરો સળગાવવા તેમજ એસ.ટી. બસને આગ ચાંપવી, તોડફોડ જેવી ઘટનાઓના બનાવ તેમજ રાજકોટ સહિતના શહેરોમાં નાના-મોટા છમકલા જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે વિવિધ શહેરોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ ટોળાઓ દ્વારા એસ.ટી. બસો આગ ચાંપવાની ઘટનાઓ સામે આવતા એસ.ટી. તંત્ર દ્વારા પણ એસ.ટી. બસોની સુરક્ષાને લઈને અનેક રૂટો રદ કરી નાખવામાં આવ્યા છે અને બસો નજીકના બસ સ્ટેન્ડમાં સલામત જગ્યાએ રાખી દેવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર ડેપો દ્વારા પણ 63રૂટો કેન્સલ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ પણ પોરબંદર ડેપો દ્વારા જૂનાગઢ, જામનગર, રાજકોટ તેમજ ગ્રામ્યપંથકમાં એસ.ટી. બસો દોડાવવામાં આવી રહી હતી પરંતુ એસટીની આગ ચાંપવાની ઘટનાઓ સામે આવ્યા બાદ પોરબંદર ડેપોથી ટ્રીપ કરવા ગયેલી બસોના ડ્રાઈવરને સુચના આપી દેવામાં આવી હતી કે, જ્યાં નજીકનું બસ સ્ટેન્ડ આવે ત્યાં બસ રાખી દો. તેમજ પોરબંદર ડેપો દ્વારા 63 રૂટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. ડેપોને દૈનિક 4 લાખનું નુકસાન થયું છે.

પોરબંદર ડેપોમાંથી રાજકોટ-પોરબંદર રૂટ પર ટ્રીપ કરવા માટે બસ મોકલવામાં આવી હતી જે રાજકોટથી 6:30 કલાકે રીટર્ન થઈ રહી હતી તે દરમિયાન ધોરાજી-ભૂખી પાસે કોઈ ટોળાએ બસને આગ ચાંપી દેતા પોરબંદર એસ.ટી. ડેપોને રૂા. 15 લાખનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે તમામ રૂટ બંધ કરાયા છે. તસ્વીર- કે. કે. સામાણી

છાત્રો ઘરે જવામાં મુશ્કેલીમાં મુકાયા

પોરબંદરજિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસઅર્થે પોરબંદર આવેલા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી એસ.ટી. બસ સ્ટેન્ડે પોતાના ગામે જવા માટે આવ્યા ત્યારે ખબર પડી છે. એસ.ટી. તંત્ર દ્વારા તમામ રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં ઉચું ભાડું ચૂકવીને જવું પડ્યું હતું જેથી વિદ્યાર્થીઓ પણ રોષે ભરાયા હતા.

ધોરાજી-ભૂખી પાસે પોરબંદર ડેપોની બસ સળગાવી દેવાઈ : 15 લાખનું નુકસાન

પોરબંદર ડેપોમાંથી 2 જામનગર અને 4 જૂનાગઢ ટ્રીપ કરવા જઈ રહેલી એસ.ટી. ને રસ્તામાં રોકી દેવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો