તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં મોટા હોર્ન વગાડી પુરઝડપે દોડતા વાહનો સામે પગલાં લેવા માંગ

પોરબંદરમાં મોટા હોર્ન વગાડી પુરઝડપે દોડતા વાહનો સામે પગલાં લેવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાવિવિધ વિસ્તારોમાં વાહનચાલકોનો ત્રાસ વધતો જતો હોય તેમ જોવા મળી રહ્યું છે. મોટા હોર્ન વગાડી પૂરઝડપે દોડતા વાહનોને લઈને અકસ્માતના બનાવો બને છે. જેને લઈને નિર્દોષ લોકોને ભોગ બનવું પડે છે. તે ઉપરાંત મોટા હોર્ન વગાડી પૂરપાટ વાહન દોડાવે છે જેને લઈને શહેરીજનોને મુશ્કેલી પણ વેઠવી પડે છે. આવા વાહનચાલકો સામે પગલા લેવા જોઈએ. શહેરના વિવિધ વિસ્તારના નવા રસ્તા બનાવવામાં આવ્યા છે. પરંતુ રસ્તાઓ ઉપર એકપણ સ્પીડબ્રેકર મૂકવામાં આવ્યું નથી અને વાહનચાલકો પૂરપાટ પોતાના વાહનો દોડાવે છે. રોમીયોગીરી કરતા અસામાજીક તત્વો પોતાની બાઈકમાં મોટા-મોટા વાહનો વગાડી ધૂમસ્ટાઈલમાં ચલાવી શહેરીજનોને પરેશાન કરે છે. તે ઉપરાંત પૂરઝડપે વાહનો દોડતા હોવાથી અકસ્માતના બનાવો પણ છાશવારે બનતા રહે છે. પૂરઝડપે અને રોમીયોગીરી કરતા બાઈકચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મોટા હોર્ન વગાડી શહેરીજનોને પરેશાન કરે છે. હોર્નથી બાળકો અને વૃદ્ધોના આરોગ્ય ઉપર પણ અસર પડે છે. તેમ છતાં પણ પૂરઝડપે દોડતા વાહનચાલકો સામે પગલા લેવામાં આવતા નથી ત્યારે તંત્ર દ્વારા પૂરઝડપે અને મોટા હોર્ન વગાડતા વાહનચાલકો સામે પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ધૂમ સ્ટાઇલમાં ચલાવતા વાહન ચાલકોનાં ત્રાસથી શહેરીજનો પરેશાન

અન્ય સમાચારો પણ છે...