તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંડાળા ગામ નજીક ડમ્પરે મહિલાને હડફેટે લેતા ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઝુંડાળા રોડ પર ચાલીને જતી એક મહિલાને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી અને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. અજાણ્યો ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો.

અંગેનો પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરના નગીનદાસ મોદીપ્લોટ શેરી નં-1માં રહેતા સવિતાબેન રામજી જેઠવા નામની મહિલા ગઇકાલે ઝુંડાળા પાસેના રોડ પર મીલપરાની ચોકી નજીક ચાલીને જતા હતા તે દરમિયાન એક અજાણ્યા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુરપાટ ચલાવી મહિલાને હડફેટે લેતા મહિલા ફંગોળાઇ હતી. અને હાથ, પગમાં ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. અજાણ્યો ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. પોલીસે તેમના વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

અજાણ્યો ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો

અન્ય સમાચારો પણ છે...