તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સિવીલ હોસ્પિટલમાં છેલ્લા એક માસથી ધુળ ખાતી વાઈફાઈ સુવિધા

સિવીલ હોસ્પિટલમાં છેલ્લા એક માસથી ધુળ ખાતી વાઈફાઈ સુવિધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરભાવસિંહજી હોસ્પિટલ ખાતે રોજના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. સરકાર દ્વારા દર્દીઓને પૂરતી સારવાર અને સુવિધા મળી રહે તે માટે આધુનિક સાધનોથી હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ અને તેમના સગાવ્હાલા તેમજ હોસ્પિટલ સ્ટાફના ઉપયોગ માટે પણ એક માસ પહેલા સરકાર દ્વારા હોસ્પિટલમાં વાઈ-ફાઈ લગાવવામાં આવ્યું હતું પરંતુ વાઈ-ફાઈ માત્ર શોભાના ગાંઠીયા સમાન હોય તેમ સામે આવ્યું છે. એક માસ પૂર્વે વાઈ-ફાઈ લગાવી દેવામાં આવ્યું છે પરંતુ તે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી ત્યારે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે, હજુ સુધી વાઈ-ફાઈ શરૂ કેમ નથી કરવામાં આવ્યું ત્યારે તંત્ર દ્વારા હોસ્પિટલમાં લગાવવામાં આવેલું વાઈ-ફાઈ તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

મહિનો વિતી ગયો પણ વાઈફાઈ સુવિધા હજૂ શરૂ નથી કરાઇ

અન્ય સમાચારો પણ છે...