તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ગૌ હત્યા સામે કડક કાયદો ઘડવા કર્ણાટકની સભામાં ઠરાવ કરાયો

ગૌ હત્યા સામે કડક કાયદો ઘડવા કર્ણાટકની સભામાં ઠરાવ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાબૌદ્ધિકોએ કર્ણાટકના ઉડ્ડુપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-ધર્મસંસદમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દેશભરના સંતોએ આક્રોશ સાથે ગૌહત્યાને વખોડી કાઢી હતી અને સંતો-મહંતોએ એવું જણાવ્યું હતું કે, ભારતના સમગ્ર વિકાસ અને દેશમાં શ્વેતક્રાંતિ લાવવા માટે ભારતીય નસલના ગૌવંશનું રક્ષણ અને સંવર્ધન અત્યંત આવશ્યક છે તેમજ હિન્દુ સમાજ તથા સંતોની હંમેશા માંગ રહી છે કે સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકાય અને ભારત સંવિધાન તથા ન્યાયપાલિકા હંમેશા ગૌહત્યાને નિષેધ કરવાના કાનુનના પક્ષમાં રહી છે. મોટાભાગના રાજ્યોમાં ગૌવંશ હત્યા પર પહેલેથી પ્રતિબંધ છે પરંતુ આખા દેશમાં કાનુનની ધજ્જીયા ઉડાવાઈ રહી હોવાનું સંતો-મહંતોએ જણાવ્યું હતું. ઉપરાંત કોઈના કોઈ બહાના હેઠળ કેરળ, બંગાળ, તામિલનાડુ વગેરે રાજ્યોમાં સાર્વજનિક રૂપે ગૌહત્યા કરાઈ અને ગૌમાંસ પીરસાયું તેની સંતસમાજે કઠોર શબ્દોમાં નિંદા કરી હતી. ધર્મસંસદમાં કેન્દ્ર સરકારને આહવાન કરવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય હરીત પ્રાધીકરણ-એન.જી.ટી. ના આદેશ અનુસાર તમામ કતલખાના બંધ કરાવવામાં આવે અને નિકાસ કરવામાં આવતા માંસની તપાસ બંદરગાહો પર ડી.એન.એ. ના આધારે થાય જેથી ગૌમાંસની ચોરીથી નિકાસ થઈ શકે.

ધર્મસંસદ સભામાં પોરબંદરનાં બૌદ્વિકોએ ગૌહત્યાને વખોડી

અન્ય સમાચારો પણ છે...