• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સરકાર બેરોજગારોને નોકરીની લાલચ આપી, ફોર્મ ભરાવી પૈસા પડાવે છે : NSUI

સરકાર બેરોજગારોને નોકરીની લાલચ આપી, ફોર્મ ભરાવી પૈસા પડાવે છે : NSUI

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એવું જણાવવામાં આવ્યું હતું કે, બેરોજગારોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે રાજ્યસરકાર સ્પર્ધાત્મક પરિક્ષાઓનું અનેકવાર આયોજન કરે છે અને બેરોજગારો પાસે સરકારી નોકરી આપવાની લાલચ આપી ફોર્મ ભરાવી રહી છે. આ બાબતે એન.એસ.યુ.આઈ. ના કિશન રાઠોડે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગૌણસેવા, તલાટી ટેસ્ટ, એમ.જી.વી.સી.એલ., પોલીસ, ક્લાર્ક સહિત અનેક ભરતીઓ બહાર પાડવામાં ખૂબ માહિર છે પરંતુ પરિક્ષાના ફોર્મ ભર્યા બાદ કોઈપણ કારણ દર્શાવી પરિક્ષા રદ કરવામાં આવે છે અને બેરોજગારો પાસેથી પડાવેલ નાંણાથી પોતાની તિજોરીઓ ભરે છે. તાજેતરમાં જ એમ.જી.વી.સી.એલ. ભરતીના ફોર્મ ભરવામાં આવ્યા હતા. પરિક્ષા રદ કરી અનેક બેરોજગારોને રાતા પાણીએ રોવડાવ્યા હતા. આ બાબતે એન.એસ.યુ.આઈ. એ સરકારને પરિક્ષાઓ રદ કરવાની હોય તો વિદ્યાર્થીઓ તથા બેરોજગારોએ ભરેલ નાણાં સંપૂર્ણપણે પાછા આપવા માંગ કરી હતી.

સરકારે બેરોજગારોને લૂંટી ઉભો કર્યો આવકનો નવો સ્ત્રોત
પોરબંદર એન.એસ.યુ.આઈ. ના જિલ્લા પ્રમુખ કિશન રાઠોડે એવું જણાવ્યું હતું કે, સરકાર વિવિધ પરિક્ષાઓ બહાર પાડી બેરોજગારો પાસેથી 500 થી 600 રૂપીયા ફી વસૂલે છે અને પોતાની તિજોરી ભરે છે ત્યારે સરકારે આ એક બેરોજગારોને લૂંટીને આવક ઉભી કરવાનો નવો જ સ્ત્રોત બનાવ્યો છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...