તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવારની શાળાઓનો સમય 7ને બદલે 8 વાગ્યાનો રાખો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

શિયાળાનીશરૂઆત થઈ ગઈ છે અને કડકડતી ઠંડીમાં વહેલી સવારે બાળકો સ્કૂલે અભ્યાસ માટે જતા નજરે ચડે છે. પોરબંદર જિલ્લામાં સવારના વહેલા ઉઠી કડકડતી ઠંડીમાં જતા બાળકો માટે સ્કૂલનો સમય એક કલાક મોડો કરવા જિલ્લા એન.એસ.યુ.આઈ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાની સ્કૂલોમાં સવારે 7 વાગ્યાનો સમય હોય આથી શિયાળામાં પણ બાળકો અભ્યાસ માટે જતા હોય છે પરંતુ કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. તે ઉપરાંત અમુક બાળકો વહેલા ઉઠી શકતા સમયસર સ્કૂલે પણ પહોંચી શકતા નથી. તેમજ શિયાળાની વહેલી સવારે અંધારૂ હોય નાના બાળકો ઘરેથી સ્કૂલે જવા માટે બસ-છકડો રીક્ષામાં જતા હોય અને વાહનોમાં ઠંડો પવન લાગતા બાળકોના આરોગ્યને પણ અસર પહોંચે છે. ત્યારે આજે પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ કિશન રાઠોડ, દર્શન જોષી, ઉમેશ બારૈયા, અશ્વિન ચાવડા સહિતના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી સવારના 7 વાગ્યાની સ્કૂલના ટાઈમને બદલે 8 વાગ્યાનો ટાઈમ કરવા માંગ કરી છે.

જિલ્લા NSUI દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું

અન્ય સમાચારો પણ છે...