તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંદર રોડ પર જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરના બંદર રોડ ઉપર જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી જુગાર રમતા 5 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ પરથી રોકડ રૂપીયા 6,760 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પાંચેય જુગારીઓને ઝડપી લઈ તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર શહેરના બંદર રોડ, સ્ટેટ લાયબ્રેરી પાસે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે જુગારધામ ઉપર દરોડા પાડી જુગાર રમતા હરીશ ઉર્ફે કોકાકોલા કરશન વઢીયા, કૈલાશ ભરત મજીઠીયા, જીજ્ઞેશ ઉર્ફે જીગો દેવજી જુંગી, હરીશ રસિક ડાભી અને કિશન રતન વાઢીયા નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપીયા 6,760 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પાંચેય જુગારીઓને ઝડપી લઈ તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ એકંદરે શહેરમાં જુગારનું દુષણ વધ્યું છે.

પોલીસે દરોડા પાડી મુદ્દામાલ કબજે કર્યો

અન્ય સમાચારો પણ છે...