તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • 5 અમેરીકનોની બે દિવસની ગાંધીભૂમીની મુલાકાત, ભારતીય સંસ્કૃતીની વિશેષતાઓની માહિતી મેળવી

5 અમેરીકનોની બે દિવસની ગાંધીભૂમીની મુલાકાત, ભારતીય સંસ્કૃતીની વિશેષતાઓની માહિતી મેળવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંરોટરી ક્લબના ગૃપ સ્ટડી એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત 5 અમેરીકનો બે દિવસના પ્રવાસે આવ્યા છે. અહીં ભારતીય સંસ્કૃતિને જાણી-માણી રહ્યા છે અને તેમની સંસ્કૃતિ વિશે પણ માર્ગદર્શન આપી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી ક્લબના ગૃપ સ્ટડી એક્સચેન્જના કાર્યક્રમ અંતર્ગત એવું આયોજનકરવામાં આવે છે કે, ભારતના રોટરી ક્લબના સભ્યો અન્ય દેશોની મુલાકાત લે છે અને અન્ય દેશના લોકો ભારતની મુલાકાત લેતા હોય છે તથા એકબીજાના દેશોની સંસ્કૃતિની સમજ મેળવતા હોય છે. ત્યારે 5 અમેરીકનો બે દિવસના માટે પોરબંદર રોટરી ક્લબના મહેમાન બન્યા છે. જેમાં ટીમલીડર તારા મેક્કલ, બ્રેન્ટ બુશવેલ, કાયલા પાઈને, લૌરા ક્લાર્ક અને ટ્રાઈ વિકેસ સહિત સુદામાનગરીના મહેમાન બન્યા છે. પાંચ અમેરીકન સભ્યો મહાત્મા ગાંધી જન્મભૂમિના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. સાન્દીપનિ, કીર્તિમંદિર, સુદામામંદિર, ખીમેશ્વર, જાંબુવતી ગુફા સહિત ઐતિહાસિક, ધાર્મિક સ્થળો તેમજ જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કૂલ, વનાણામાં સ્કેલબ પ્લાસ્ટીકની ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ પણ લેવાનું આયોજન કર્યું હતું. ઉપરાંત સુરખાબીનગરી તરીકે જાણીતા પોરબંદરના મોકરસાગર-કર્લી ગોસાબારા વેટલેન્ડ વગેરે સ્થળે પક્ષીદર્શન કરી આપણી સંસ્કૃતિ વિશે માર્ગદર્શન મેળવી રહ્યા છે. પાંચ અમેરીકનો પોતાની સંસ્કૃતિ વિશે માહિતી આપી રહ્યા છે અને તેમને રોટરી ક્લબના પ્રમુખ જિજ્ઞેષ લાખાણી, હર્ષિત રૂઘાણી, અશ્વિન સવજાણી વગેરે આપણી સંસ્કૃતિ વિશે માહિતી આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...