પોરબંદર સિવીલમાંથી પર્સની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રીની સારવાર માટે આવેલી મહિલાની રોકડ રકમની ચોરી : હોસ્પિટલમાં પણ તસ્કરો સક્રિય

ક્રાઇમ રીપોર્ટર. પોરબંદર

પોરબંદરમાંઆવેલી સરકારી ભાવસિંહજી હોસ્પિટલ આવેલી છે, ત્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે ત્યારે રાત્રિના સમયે સરકારી હોસ્પિટલમાં હવે ચોરીના બનાવો પણ બની રહ્યા છે. ગઈકાલે એક મહિલાના રોકડ રકમ ભરેલા પર્સની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે.

પોરબંદરમાં વીવી બજારમાં રહેતા જીતુભાઈની બે વર્ષની પુત્રી સપનાની તબિયત બરાબર હોવાથી તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને સપનાની રાત્રિના સમયમાં સારસંભાળ રાખવા માટે તેમની માતા અસ્મિતાબેન રોકાયા હતા અને રાત્રે સપનાને ઉંઘ આવ્યા બાદ તેમની માતા અસ્મિતાબેન ઉંઘી ગયા હતા અને તેમનું પૈસા ભરેલું પર્સ પલંગ પર રાખ્યું હતું પરંતુ માતા-પુત્રી ઉંઘી ગયા બાદ ચોરટોળકી તેમનું પૈસા ભરેલું પર્સ ઉઠાવી ગઈ હતી અને અસ્મિતાબેન સવારે ઉઠીને જોતા તેમનું પૈસાનું પર્સ જોવા નહીં મળતા આકુળવ્યાકુળ બની ગયા હતા. હોસ્પિટલમાં અગાઉ પણ ઘણી ચોરીના બનાવો સામે આવ્યા છે.

બનાવો અટકાવવા સીસી ટીવી કેમેરા ક્યારે લાગશે ?

પોરબંદરમાંઆવેલીભાવસિંહજી હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ રાત્રિના દર્દીઓ સાથે રોકાતા તેમના સગાસંબંધીઓએ જણાવ્યું હતું કે, આવડી મોટી હોસ્પિટલમાં આવા અનેક બનાવો અટકાવવા સીસી ટીવી કેમેરા ક્યારે લાગશે ? તેવા પ્રશ્નો ઉચ્ચાર્યા હતા અને વહેલી તકે કેમેરા લગાવવા લોકમાંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...