• Gujarati News
  • પોરબંદરમાં ટેટ અને ટાટ પરીક્ષાના કોચીંગ સેમિનાર

પોરબંદરમાં ટેટ અને ટાટ પરીક્ષાના કોચીંગ સેમિનાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ગદર્શન આપનાર નિષ્ણાંત શિક્ષકોનું ચેલેન્જ સિવિલ સર્વિસ એકેડમીએ સન્માન કર્યું

એજ્યુકેશન રીપોર્ટર. પોરબંદર

પોરબંદરમાંચેલેન્જ સિવિલ સર્વિસ એકેડમી દ્વારા પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓને જુદી-જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકે તે માટે સમયાંતરે સેમિનારો તથા વર્ગો ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં લેવાલાનાર ટેટ/ટાટની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે તા. 9/7 થી તા. 25/7 સુધી વિ.જે. મદ્રેસાના ડીજીટલ ક્લાસરૂમમાં મલ્ટીમીડીયા સગવડો સાથે વર્ગો ચલાવવામાં આવ્યા હતા જેનો સમાપન સમારોહ વિ.જે. મદ્રેસા બોયઝ હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયો હતો જેમાં કોચીંગ ક્લાસમાં સેવા આપનાર તજજ્ઞોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કોચીંગ ક્લાસમાં માર્ગદર્શન આપનાર શ્રીનગર પ્રા. શાળાના વિવેકભાઈ ઉમીયાશંકર જોષી, કાંટેલા પ્રા. શાળાના આચાર્ય દિપકભાઈ મોહનલાલ પાઠક, ઓડદર પ્રા. શાળાના ચેતનભાઈ ધીરજલાલ જોષી અને ધરમપુર પ્રા. શાળાના પુરણદાસ અમરદાસ ગોંડલીયાએ સેવા આપી હતી. જેમનું ચેલેન્જ સિવિલ સર્વિસ એકેડમીવતી પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સરડવાના હસ્તે શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે પી.એસ.આઈ. પી.એન. વાઘેલા, અલ્તાફભાઈ રાઠોડ, જે.સી.આઈ. ના બિરાજ કોટેચા, ચેલેન્જ સિવિલ સર્વિસ એકેડમીના રામદેવભાઈ મોઢવાડિયા, ફારૂકભાઈ સૂર્યા, ભરતભાઈ ખુટી, મોહનભાઈ મોઢવાડિયા અને લાખણશીભાઈ ગોરાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે જોડાવવા માટે થઇને ટેટ અને ટાટની પરીક્ષા સરકાર દ્વારા લેવામાં આવે છે ત્યારે તે પરીક્ષાની અંદર કઇ રીતે ઉતિર્ણ થવુ તે બાબતની શિક્ષક થવા ઇચ્છુક વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓ પણ માહિતી મેળવીને ઘણુ નવું જાણી શકયા હતા તેમ જણાવ્યું હતું.

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવામાં આવી હતી. }કે.કે.સામાણી