• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મુશ્કેલીઓ વચ્ચે પ્રજાની સેવા કરનાર પાસેથી પ્રેરણા લઇએ : બોખીરીયા

મુશ્કેલીઓ વચ્ચે પ્રજાની સેવા કરનાર પાસેથી પ્રેરણા લઇએ : બોખીરીયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરખાતે 65 જેટલા જિલ્લા પંચાયતના પૂર્વ પદાધિકારીઓ અને શતાયુ નાગરીકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કાયદા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભોજાભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર દિનેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી નેમાના હસ્તે પૂર્વ પદાધિકારીઓને મોમેન્ટો આપીને તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે કેબીનેટ મંત્રી બોખીરીયાએ એવું જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ ઝડપથી થયો હતો જેમાં પંચાયતી રાજનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતના વિકાસમાં જેમનો ફાળો રહ્યો છે તેવા પૂર્વ પદાધિકારીઓ અને શતાયુ નાગરીકોનું સન્માન કરીને એક અનોખી ગૌરવની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું. કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે પૂર્વ પદાધિકારીઓએ પાયાની કામગીરી કરી ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે તેમને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે. જેને કારણે ઐતિહાસિક દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઈ મોરી, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેબીનેટ મંત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. }કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...