તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઈક પર દારૂની હેરાફેરી કરતો શખ્સ બાઈક મૂકી છૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવનાકાજાવદરી રોડ ઉપર બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસ વોચ ગોઠવીને બેઠી હતી, તે દરમિયાન એક શખ્સ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. પરંતુ શખ્સ પોલીસને જોઈ જતા બાઈક અને વિદેશી દારૂની બોટલ મૂકી નાસી છૂટ્યો હતો. રાણાવાવના આદિત્યાણા-કાજાવદરી રોડ પર બાઈક નં. જીજે 25 આર 5428 પર એક શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવીને બેઠી હતી. તે દરમિયાન એક શખ્સ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. પરંતુ શખ્સ પોલીસને જોઈ જતા બાઈક મૂકી પલાયન થઈ ગયો હતો. આથી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-22, કિં. રૂા. 8,800 તેમજ બાઈક કિં. રૂા. 30,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને શખ્સ કોણ હતો, ક્યાંથી દારૂ લાવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.

દારૂની બોટલ સહિત 38,800 નો મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...