તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઈકનું વ્હીલ નિકળી જતાં અકસ્માત સર્જાયો : 1નું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનારોકડીયા હનુમાન મંદીર પાછળ રહેતા દંપતિ ગઈકાલે પોતાનું બાઈક લઈ રાણાવાવ નજીક જઈ રહ્યા હતા, તે દરમિયાન તેના બાઈકનું વ્હીલ નીકળી જતા તે ફંગોળાયા હતા અને મહિલાને ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.

પોરબંદરના રોકડીયા હનુમાન મંદીર પાછળ, સરકારી સોસાયટી, રામદેવપીરના મંદિર પાછળ, ખાપટ વિસ્તારમાં રહેતા સુર્યકાન્ત મહાશંકર ત્રિવેદી અને કૈલાશબેન સુર્યકાન્ત ત્રિવેદી બન્ને પોતાના હવાલાવાળું બાઈક લઈ રાણાવાવ તરફ જતા હતા. તે દરમિયાન રાણાવાવની વિવેકાનંદ સ્કૂલ સામે અકસ્માતે તેમના બાઈકનું વ્હીલ નીકળી જતા બન્ને ફંગોળાયા હતા અને કૈલાશબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું તેમજ સુર્યકાન્તભાઈને સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

રાણાવાવ નજીક બાઈક સવાર આધેડને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ

અન્ય સમાચારો પણ છે...