તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોરબંદરનાં ગોસા ગામના યુવાને શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરનાં ગોસા ગામના યુવાને શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકામાં સોમનાથ નેશનલ હાઈવે રોડ પર આવેલ ગોસા ગામના રહેવાસી અને હાલ સુરત સ્થય થયેલ ખેડૂતપુત્ર પુંજા અાગઢ છેલ્લા એક વર્ષથી અભ્યાસની સાથોસાથ પિસ્તોલ શૂટિંગ કરી રહ્યા છે. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પોતાના અભ્યાસકાળ દરમિયાન પિસ્તોલ શૂટિંગમાં ધ્યાન કેન્દ્રિત કરી શૂટિંગમાં નિપુણતા હાંસલ કરી લીધી છે. અને જ્યાં પણ પિસ્તોલ શૂટિંગની સ્પર્ધાઓ હોય ત્યાં ભાગ લેવા પહોંચી જાય છે. અને સ્પર્ધકોને હારાવવાની પૂરી કાળજી રાખીને અનેક ઇવેન્ટોમાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુસા ગામ નહિ પરંતુ મહેર સમાજનું ગૌરવ વધાર્યું છે. ગત સપ્ટેમ્બર મહિનામાં સુરત ખાતે પિસ્તોલ રાઈફલ શુટિંગ 10 મીટર રેન્જમાં સિનિયર અને જુનિયર બંને વિભાગની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. નેશનલ રાઇફલ એસોસિયેશન ભારત સરકાર અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં કુલ ૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં દસ મીટર વિસ્તારની રેન્જમાં 400 માથી ૩૬૪ રેન્ક પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ હાસિલ કરી હતી. હાલ નેશનલ કક્ષાની સ્પર્ધા આગામી તારીખ 17 ડિસેમ્બરના કેરલા ખાતે યોજાનાર છે. સ્પર્ધામાં ભાગ લેશે અને ત્યાં પણ નેશનલ કક્ષાની પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મહેર સમાજનું નામ રોશન કરે તેવી અભિલાષા ગ્રામજનોમાં સેવાઈ રહી છે.

સુરત ખાતે યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો